ગાંધીનગર: કલોલ નજીક ખાનગી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ભટકાય, બસની રાહ જોઈ ઉભેલા 5 મુસાફરોના મોત

આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

New Update
ગાંધીનગર: કલોલ નજીક ખાનગી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ભટકાય, બસની રાહ જોઈ ઉભેલા 5 મુસાફરોના મોત

આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.જેથી બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને ST બસે કચડી નાખ્યાં હતા. બસના તોતિંગ ટાયર મુસાફરો પર ફળી વળતા 5 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 7 મુસાફરોને ઈજા પહોંચી હતી. આ અંગે કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોરે જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતાં જ કલોલ હોસ્પિટલ આવ્યો છું. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકોને વધતી ઓછી ઈજાઓ થઈ છે. કલોલ અંબિકા બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો પોતાના કામ ધંધા અર્થે વાહનની રાહ જોઈને ઉભા હતા. એ વખતે એક વાદળી કલરની એસ.ટી બસ રોડ પર ઉભી હતી. જેની આગળ મુસાફરો બસની વાહનની રાહ જોઈને ઉભા રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક લકઝરી ગાડીના ચાલકે પોતાની લકઝરી પૂરપાટ ઝડપે અને ગલતભરી રીતે હંકારીને વાદળી કલરની એસ.ટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે બસ એક દમ આગળ ધકેલાઈ ગઈ હતી. એજ ઘડીને ત્યાં ઉભેલા મુસાફરો ST બસની હડફેટે આવી ગયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ મુસાફરોનાં સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે. આ બનાવના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. તો બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. ગમખ્વાર અકસ્માતમાં સાત ઈજાગ્રસ્તો પૈકી બે લોકોને ગંભીર ઈજાઓ થવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અહીં સિવિલનાં તબીબોએ બંને ઈજાગ્રસ્તની સારવાર શરૂ કરી હતી. જો કે, બન્નેની તબિયત સારવાર દરમિયાન વધુ લથડી રહી હોવાથી બન્નેને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ ટ્રાન્સ્ફર કરવામાં આવ્યાં છે.

Latest Stories