ગાંધીનગર : તાપી પાર રીવર લીંક પ્રોજેકટ સામે વિરોધ, આદિવાસી સમાજે પાટનગર ગજવ્યું

કોંગ્રેસના આદિવાસી સત્યાગ્રહના નેજા હેઠળ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયાં હતાં

ગાંધીનગર : તાપી પાર રીવર લીંક પ્રોજેકટ સામે વિરોધ, આદિવાસી સમાજે પાટનગર ગજવ્યું
New Update

દક્ષિણ ગુજરાતમાં સુચિત તાપી પાર રીવર લીંક પ્રોજેકટ સામે આદિવાસીઓનો વિરોધ વધી રહયો છે. કોંગ્રેસના આદિવાસી સત્યાગ્રહના નેજા હેઠળ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયાં હતાં અને સરકાર વિરોધી નારેબાજી કરી હતી. રાજયમાં ધીમે ધીમે વિધાનસભાની ચુંટણીનો માહોલ જામી રહયો છે. સત્તાધારી ભાજપ ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભવ્ય તાજપોશીમાં વ્યસ્ત છે તો કોંગ્રેસે ગુજરાતમાં ભાજપને ઘેરવાની રણનિતિ અપનાવી હતી.

હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહયું છે ત્યારે કોંગ્રેસે આદિવાસી સમાજના પ્રશ્નો મકકમતાથી ઉઠાવ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજ વિરોધ કરી રહયો છે. કોંગ્રેસના આદિવાસી સત્યાગ્રહના નેજા હેઠળ રાજયભરમાંથી આવેલાં આદિવાસી સમાજના લોકોએ સરકાર વિરોધી નારેબાજી કરી...

આ સત્યાગ્રહમાં બીટીપીના ધારાસભ્યો મહેશ વસાવા અને છોટુ વસાવાની પણ હાજરી સુચક હતી. આદિવાસી સમાજ વિધાનસભાનો ઘેરાવ ન કરે તે માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે આદિવાસીઓને જંગલ વિસ્તારમાંથી દૂર કરવાનું કાવતરૂ સરકાર ઘડી રહી હોવાના આક્ષેપ વિપક્ષો કરી રહયાં છે. ભાજપા સરકાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે શ્વેત પત્ર બહાર પાડે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

#ConnectGujarat #Protest #tribal community #Gandhinagar #ગાંધીનગર #River Link project #Protest against Tapi Par River Link project #Tapi Par River Link project #તાપી પાર રીવર લીંક પ્રોજેકટ #આદિવાસી સત્યાગ્રહ
Here are a few more articles:
Read the Next Article