ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોટો આંચકો લાગ્યો છે. ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા આંતરિક વિખવાદ કારણે નારાજ થઈને AAP સાથે છેડો આપ્યો હતો. અને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ગાયક વિજય સુંવાળા છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવા અંગે નિવેદન આપી રહ્યા હતા. જોકે બાદમાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું. ત્યારે સોમવારે ગાંધીનગર કમલમ ખાતે વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરીને ભાજપમાં આવકાર્ય છે. આ દરમિયાન રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. વિજય સુંવાળા ભાજપમાં જોડાતા નિવેદન આપતા જણાવ્યુ હતું કે પોતાના ઘરે પાછો આવ્યો છું. રાતનો ભૂલેલો સવારે ઘરે પાછો આવ્યો છું. આજનો માહોલ મારી જિંદગી માટે ખુબ અમુલ્ય છે. મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે.
તો બીજીબાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કહ્યું કે વિજય સુવાળા ભાજપમાં પ્રવેશ કર્યો છે, તેમના કહેવા મુજબ જ ઘરવાપસીનો કાર્યક્રમ છે. તેઓ પોતાના ઘરે પાછા આવ્યા છે, તેઓ બીજી પાર્ટીમાં જોડાયા પહેલા પણ મને મળ્યા હતા. પરંતુ કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે