Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અગ્રણી બેન્કર્સ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ, MSMEને પ્રોત્સાહન આપવા પ્રયાસ

નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે.

X

રાજ્ય સરકાર નાના-લઘુ ઊદ્યોગકારો અને બેન્કસ વચ્ચે સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ આપવા ગાંધીનગરમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અગ્રણી બેન્કર્સ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ હતી રાજ્ય સરકાર નાના-લઘુ ઊદ્યોગકારો અને બેન્કસ વચ્ચે સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ આપવા ગાંધીનગરમાં અગ્રણી બેન્કર્સ સાથે રિવ્યૂ બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ઉદ્યોગો અને બેન્ક બેય સાથે મળીને તાલમેલથી ચાલે તે રાજ્યના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ માટે આવશ્યક પણ છે..કોરોના મહામારીને પગલે ખાસ કરીને નાના ઉદ્યોગ, ધંધા વ્યવસાય કોને આર્થિક માર પડયો છે તેમાંથી તેમને પૂન: પગભર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સહાય યોજના પેકેજ આપેલું છે તેનો લાભ રાજ્યના આવા ઊદ્યોગ-વેપાર વ્યવસાયિકોને સુપેરે મળે તેવું દાયિત્વ બેન્કોએ નિભાવ્યું છે તે બદલ અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

Next Story