ગાંધીનગર: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા બદલ સાધુ સંતો દ્વારા CMનું કરાયુ સન્માન

બેટ દ્વારકામાં અસામાજિક તત્વો દ્વારા ઊભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વાર દૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય બદલ સાધુસંતો દ્વારા સી.એમ.ભુપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા બદલ સાધુ સંતો દ્વારા CMનું કરાયુ સન્માન
New Update

પ્રાચીન નગરી બેટ દ્વારકામાં અસામાજિક તત્વો દ્વારા ઊભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વાર દૂર કર્વમાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય બદલ સાધુસંતો દ્વારા સી.એમ.ભુપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા પાસે આવેલ પ્રાચીન અને સાંસ્કૃતિક નગરી બેટ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા જેને કારણે સલામતી અને સુરક્ષાને લઈ અનેક જોખમ ઊભા થઈ રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે કડક હાથે કામ લઈ અનેક ગેરકાયદેસર દબાણો તોડી નાખ્યા હતા અને હજી પણ આ મેગા ડિમોલેશન ઓપરેશન યથાવત છે બેટ દ્વારકા પાકિસ્તાન સરહદ નજીક આવેલ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે ત્યારે ઘૂસણખોરી અટકાવવા અને અસામાજિક તત્વોને મોકળૂ મેદાન ના મળે તે માટે સ્થાનીય તંત્રે મેગા ડિમોલેશન હાથ ધર્યું છે. અત્યારસુધીમાં ૮ કરોડથી વધુના દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતો તરફથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આચાર્ય મહાસભાના અધ્યક્ષ પ પૂ પરમાત્માનંદજી મહારાજ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સાધુ સંતોએ મુખ્યમંત્રીને આશીર્વાદ પાઠવ્યા હતા અને બેટ દ્વારિકને અસામાજિક તત્વોના ચૂંગાલમાંથી મુકત કરાવવા બદલ આભાર વ્યકત કાર્યો હતો

#Gujarat #Connect Gujarat #Gandhinagar #Bet Dwarka #illegal pressure #greetings #Sadhu Sant #felicitate
Here are a few more articles:
Read the Next Article