દાદાની સરકારનું થયું હતું વિસ્તરણ
સ્વર્ણિમ સંકુલ ખાતે પદભાર સંભાળતા મંત્રી
ઈશ્વરસિંહ પટેલે મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો
પાણી પુરવઠા અને જળ સંપતિ મંત્રી તરીકેનો ચાર્જ લીધો
ઓફિસમાં પૂજાવિધિ બાદ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વર્ણિમ સંકુલમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની રચના થયા બાદ આજે શુભ મુહૂર્તમાં ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા અને જળ સંપતિ મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે પદભાર સંભાળ્યો હતો. ઈશ્વરસિંહ પટેલે મંત્રી તરીકેનો ચાર્જ લેતા પહેલા સ્વર્ણિમ સંકુલની ઓફિસમાં પૂજાવિધિ કરી હતી.પાણી પુરવઠા અને જળ સંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમના ધર્મપત્ની, પુત્ર-પુત્રી સહિત પરિવારજનો પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,વિધાનસભાના દંડક બાળુ શુકલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,ઇફ્ફ્કોના ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ ઈશ્વરસિંહ પટેલને શુભેચ્છા પાઠવી હતી,આ ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,સહિત હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ પણ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચીને રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલને શુભેચ્છા પાઠવી હતી.