Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : રાજયનું 2.43 લાખ કરોડ રૂા.ના વ્યાપવાળુ નાણા બજેટ જાહેર

X

રાજયવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહયાં હતાં તેવું નવી સરકારનું પ્રથમ બજેટ વિધાનસભામાં રજુ થઇ ચુકયું છે. રાજયના બજેટનો વ્યાપ 2.43 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે...

રાજયમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે અને ભાજપના મોવડી મંડળે પણ આખે આખી સરકાર બદલી નાંખી છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ રજુ કર્યું હતું. દરેક પ્રકારની માળખાકીય સુવિધાઓને આવરી લેતું બજેટ જાહેર કરાયું છે. રાજયમાં 3 નવી મેડીકલ કોલેજ, ભરૂચની શ્રવણ ચોકડીએ એલીવેટેડ ફલાયઓવર સહિત અનેક મોટા પ્રોજેકટો માટે બજેટમાં નાણાની ફાળવણી કરવામાં આવી છે. હવે જોઇએ આવો જોઈએ નાણાં મંત્રીએ ક્યાં ક્ષેત્રો માટે કેટલો જોગવાઇઓ કરી છે:

  • કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ
  • જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડ રૂા.ની ફાળવણી
  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડ આપવામાં આવ્યાં
  • આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડ તો શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ
  • મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ ફાળવાયાં
  • ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ કરવામાં આવી
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ અપાશે
  • સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ જયારે
  • કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિભાગની વાત કરીએ તો..
  • આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ કરાય છે
  • પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગને રૂ.9048 કરોડ અને
  • શહેરી વિકાસ વિભાગને રૂ.14297 કરોડ રૂપિયા અપાયાં છે
  • ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જયારે
  • પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ કરાય છે
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
Next Story