Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ,સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો પ્રારંભ સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો ગાંધીનગરના કોલવડા ગામે રહ્યા ઉપસ્થિત

X

સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોલવડા ગામેથી કર્યો હતો.ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ ૨૦૧૮થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે.આઝાદીના અમૃત મહોત્સવ વર્ષના ઉપલક્ષ્યમાં આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન ૭૫ દિવસ સુધી લોકભાગીદારીથી હાથ ધરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળ સંપતિ વિભાગના સહયોગથી ૬ જેટલાં વિભાગોએ સાથે મળીને આ અભિયાન ઉપાડયું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કોલવડા ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી આ જળ અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું હતું.પાંચમા તબક્કાના આ સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે તા. ૩૧ મે ૨૦૨૨ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે.તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટીંગ ના કામો, જળાશયના ડિસીલ્ટીંગ ના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે

Next Story