રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે GNLUમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે GNLUમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનના શુભારંભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં અને રાજ્યમાં ખેડૂતો, સામાન્ય માનવી અને યુવાનો પણ ડ્રોનનો વિવિધ ક્ષેત્રે હકારાત્મક ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રીય સ્તરે ડ્રોનની નીતિમાં નોંધપાત્ર સુધારા-ફેરફાર કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં સ્કૂલ ઓફ ડ્રોન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ડ્રોન ટેકનોલોજીમાં ઇન્સ્ટ્રક્ટર, પાયલટ, મેઇન્ટેનન્સ અને ઉત્પાદન ક્ષેત્રે નવીન તકો ઊભી કરીને ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે.
કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી ભારતમાં ડીજીસીએ માન્ય ડ્રોન તાલીમ માટે રાજ્ય કક્ષાની પ્રથમ યુનિવર્સિટી છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને વધુને વધુ સફળ બનાવવા ગુજરાતના 1 કરોડ ઘરો સુધી તિરંગો-રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં આવ્યો છે. ટેકનોલોજીના વિઝનને ચરિતાર્થ કરવા ગુજરાત સરકાર દ્વારા કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીની માન્યતા આપવામાં આવી છે, તો ડ્રોનની તાલીમ માટે બજેટમાં રૂ. ૨૦ કરોડની રકમ પણ ફાળવવામાં આવી છે. જેના થકી ગુજરાતમાં સ્કૂલ ઓફ ડ્રોનની સ્થાપના શક્ય બની છે. આ ડ્રોન ટેકનોલોજી દ્વારા આગામી 3 વર્ષમાં અંદાજે 20 હજાર માનવબળ અને રોજગારી આપવાનો લક્ષ્યાંક છે.