Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કોરોના સહાય માટે નહિ ખાવા પડે ધક્કા; સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું

કોરોનાને કારણે જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને સત્વરે સહાય મળી રહે એ માટે રાજ્ય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું છે.

X

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે રાજ્યમાં જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહેએ માટે રાજ્ય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે.

કોરોનાને કારણે જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને સત્વરે સહાય મળી રહે એ માટે રાજ્ય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું છે. જેનું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમાં જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા થશે. રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના કહેવા અનુસાર, ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિ વારસદારોને રૂ. 50,000 ની સહાય આપવાનું નક્કી કરાયુ છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.


Next Story