Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: મહાનગર પાલિકાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ,ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સીલ

સ્ટ્રોંગ રૂમમાં પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે આવતી કાલે સવારે 9 વાગ્યા થી ચુંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

X

રવિવારે ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે તેના ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે આવતી કાલે સવારે 9 વાગ્યા થી ચુંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે..

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે તમામ EVM મશીન મુકવામાં આવ્યા છે ત્યાં SRP જવાનો હથિયાર સાથે બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે જેમાં તમામ પક્ષના ઉમેદવારોના નજર રહેશે કારણ કે આ ચૂંટણીમાં આ વખતે આપની એન્ટ્રી કરવામાં આવી છે જેને લઈને બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવ્યું છે. કાલે મતગણતરી કરવામાં આવશે. જે મતગણતરી સેક્ટર 15 ની સરકારી સાયન્સ કોલેજ, સેક્ટર -15 આઈટીઆઈ, સેક્ટર -15 સરકારી કોમર્સ કોલેજ, સેક્ટર -15 સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સેક્ટર -15 ની સરકારી આર્ટસ કોલેજમાં ઇવીએમ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મતગણતરી પ્રક્રિયા સેક્ટર 15 સરકારી સાયન્સ કોલેજ, આઈ ટી આઈ, સરકારી કોમર્સ કોલેજ, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સરકારી આર્ટસ કોલેજમાં કુલ 53 ટેબલ પર હાથ ધરાશે.

Next Story
Share it