/connect-gujarat/media/post_banners/999b3744d251a5936f7b0830c6a313620faafde520c351d2f5c71843b5761a38.jpg)
ગાંધીનગર ખાતે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘સેમિકોન ઇન્ડિયા-2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, ત્યારે ભારતમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા-2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, ત્યારે ભારતમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય કાર્યક્રમમાં સેમી કન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેવા જઈ રહી છે.