Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રૂપાલમાં હજારો વર્ષ જૂની પલ્લીની પરંપરા અકબંધ, ઘીનો અભિષેક કરાયો

ગાંધીનગરના રૂપાલ ગામમાં હજારો વર્ષો જૂની પલ્લીની પરંપરા કોરોના કાળ વચ્ચે પણ અકબંધ રહી છે.

X

ગાંધીનગરના રૂપાલ ગામમાં હજારો વર્ષો જૂની પલ્લીની પરંપરા કોરોના કાળ વચ્ચે પણ અકબંધ રહી છે. વરદાયિની માતાજીની પલ્લીમાં હજારોની સંખ્યામાં લોકો પલ્લી ભરવા માટે આવ્યા હતા, ત્યારે ગામના 27 ચોકમાં પ્રતીકાત્મક રીતે ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ જે રૂપાલની પલ્લી ભરાતી હતી, તે બંધ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે પલ્લી ભરવાની પરવાનગી આપવામાં આવી હતી. જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે, તેમ રૂપાલ ગામમાં એક જ કલાકમાં પલ્લી દરેક ચોકમાં ફેરવી મંદિરે પહોંચી હતી. પલ્લીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી સહિત 60 જેટલા પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે, 2 વર્ષ પહેલાં પલ્લી પર 20 કરોડથી વધુના 4 લાખ કિલો ઘીનો ચઢાવો થયો હતો. આ સાથે 2 દિવસના પલ્લી મેળામાં અંદાજે 10 લાખ લોકોએ દર્શન કર્યા હતા, ત્યારે હવે છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે મેળો બંધ રખાતા અંદાજે 2 હજાર લોકોના વેપાર-ધંધા પર અસર થઈ છે.

Next Story