CM ભુપેન્દ્ર પટેલના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ
દ્વિતિય કાર્યકાળના ત્રણ વર્ષ થયા પૂર્ણ
સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય
"નમો લક્ષ્મી" યોજના બની આશીર્વાદરૂપ
CMએ કન્યા કેળવણીના વિઝનને કર્યું સાકાર
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતિય કાર્યકાળના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન સીએમના નેતૃત્વમાં દીકરીઓના સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થયું છે. "નમો લક્ષ્મી" યોજના હેઠળ ધોરણ 9 થી 12ની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને અત્યાર સુધીમાં રૂપિયા 1000 કરોડથી વધુ રકમની નાણાકીય સહાય આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતિય કાર્યકાળમાં વર્ષ 2024માં 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજના શરુ કરવામાં આવી હતી, જે લાખો દીકરીઓને શિક્ષણનો અણમોલ અવસર પૂરા પાડવાનો પ્રયાસ છે. નમો લક્ષ્મી યોજના' હેઠળ ધોરણ 9 થી 12ની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને અત્યાર સુધીમાં રૂપિયા 1000 કરોડથી વધુની સીધી નાણાકીય સહાય અપાઈ છે. આ મદદથી દીકરીઓમાં શિક્ષણ માટેનો ઉત્સાહ વધ્યો છે.
દીકરીઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ' નો શુભારંભ કરાયો હતો. આ યોજના હેઠળ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર 1.50 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને બે વર્ષ માટે રૂપિયા 25000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રૂપિયા 161 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનને તાજેતરની ચિંતન શિબિરમાં પણ પોષણ અને શિક્ષણની સુધારણા માટે તાકીદ કરી હતી. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી માટેના વિઝનને સીએમ ભૂપેન્દ્ર પટેલ મિશનરૂપે સાકાર કરી રહ્યા છે.