Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કર્યું કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ..

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પહોચી ચા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું,

X

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે, ત્યારે ગાંધીનગર રેલવે સ્ટેશન કુલડીમાં ચા પીને ચા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર માણસા સ્થિત કુળદેવીના દર્શનાર્થે ગયા હતા. જ્યાં અમિત શાહે રૂ. 10.91 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પહોચી ચા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું, ત્યારે ચા પીવા માટે કુલડીના ઉપયોગ પર ભાર આપીને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણથી મુક્ત રહેવા લોકોને અપીલ કરી હતી. આ સાથે જ માણસા સ્થિત કુળદેવીના મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ નિમિત્તે માતાજીના આશીર્વાદ કરી ધન્યતા અનુભવી હતી. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

આ દરમ્યાન અમિત શાહે મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના મંત્રીમંડળના 2 મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમને આગામી દિવસોમાં કરાનારા વિકાસકાર્યની રૂપરેખા આપી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં રૂપિયા 3 કરોડના ખર્ચથી પાનસર તળાવના બ્યુટિફિકેશન કામ અને રૂપિયા 7.91 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ ઉપરાંત કલોલના સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા નવનિર્મિત શાળા અને પીએસએમ હોસ્પિટલમાં બનાવેલ ઓક્સિજન પ્લાન્ટનું પણ અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Next Story