/connect-gujarat/media/post_banners/2db187592f27780c8b6abe5fca05119bf15b895ec04a85ddda3734ddf93e59f8.jpg)
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસ્યું છે. રાજ્યના 129 તાલુકામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના મધ દરિયે 15 જેટલી બોટ ડૂબી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું બહાર આવતા વહીવટી તંત્ર સાબદું બન્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ગત મધરાત્રિએ ભારે પવન અને વરસાદના કારણે મધ દરિયે સંતુલન ગુમાવતાં 15 જેટલી બોટ ડૂબી હતી. જેમાં સવાર 15 જેટલા માછીમારો પૈકી હાલ 4 માછીમારોને હેમખેમ બચાવી લેવાયા છે. આ સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે.