ગીર સોમનાથ: દરિયામાં 15 બોટની જળસમાધિ, લાપતા માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે.

New Update
ગીર સોમનાથ: દરિયામાં 15 બોટની જળસમાધિ, લાપતા માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે. જેમાં 15 માછીમાર પણ લાપતા થયા છે. જોકે, 4 માછીમારને બચાવી લેવાયા છે.

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇ કરેલી આગાહી મુજબ રાજ્યના જુદા-જુદા વિસ્‍તારો-તાલુકાઓમાં ભારે પવન સાથે માવઠા રૂપી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી દરીયામાં ભારે કરંટની સ્‍થ‍િતિ વર્તાતી હતી. જેમાં ગત મોડી રાત્રે જિલ્‍લાના ઉનાના નવાબંદર ખાતે ફુંકાયેલા ભારે પવનના કારણે મોટી ખુમારી થઇ હોવાની વિગતો સામે આવી છે. જેમાં દરિયામાં 15 બોટ ડૂબી ગઇ છે અને 15 માછીમાર પણ લાપતા થયા છે. જોકે, ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે.

તંત્ર દ્વારા વહેલી સવારથી જ લાપતા બનેલા ખલાસીઓ અને બોટોને બચાવવા માટે કોસ્‍ટગાર્ડ, મરીન પોલીસ અને માછીમાર સમાજના લોકોને સાથે રાખી હેલીકોપ્‍ટરની મદદ લઇ રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. લાપતા બનેલા ખલાસીઓને શોધવા તંત્રએ કોસ્ટગાર્ડ અને નેવીની મદદ લીધી છે. હાલ કોસ્ટગાર્ડનું 1 હેલિકોપ્ટર અને નેવીના 1 પ્લેન દ્વારા નવાબંદરની આસપાસના દરીયામાં શોધખોળ હાથ ધરી છે. જ્યારે હજુ પણ 8 ખાલીસો લાપતા છે.

Latest Stories