-
લોઢવાથી દ્વારકા સુધીની 257 કિ.મીની પદયાત્રા
-
300 કૃષ્ણો ભક્તો પદયાત્રામાં જોડાયા
-
8 દિવસ પગપાળા કરીને ભક્તો પહોંચશે દ્વારકા
-
18 વર્ષથી ચાલતી પરંપરાને જીવંત રાખતા ભક્તો
-
દ્વારકાધીશના દર્શનનો ભક્તોમાં અનેરો ઉત્સાહ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિમીની પદયાત્રાનો વાજતે-ગાજતે પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો જોડાયા છે.
લોઢવા ગામના નાથુ રામભાઈ ભોળાએ જણાવ્યું કે છેલ્લા 18 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શરૂઆતમાં માત્ર 5-7 ભાવિકોથી શરૂ થયેલી આ પરંપરા આજે 300 ભાવિકો સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું કે પદયાત્રા દરમિયાન લગ્ન પ્રસંગ જેવો આનંદ અનુભવાય છે.
આ પદયાત્રા દરમિયાન યાત્રાળુઓની સગવડ માટે એક ટ્રેક્ટરમાં જમવા માટે રાશન અને એક ટેન્કરમાં પીવાનું પાણી સાથે રાખવામાં આવ્યું છે. યાત્રાળુઓ રોજના 30-35 કિમીનું અંતર કાપશે અને કૃષ્ણભક્તિના ગીતો ગાતા આગળ વધશે.આ પદયાત્રામાં વડીલોથી માંડીને યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા છે. આઠમા દિવસે યાત્રાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચીને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે.