સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાનો મામલો
લોક ડાયરાને લઈને બંને પક્ષ વચ્ચે હતી બબાલ
દેવાયત ખવડ સહિત છ આરોપીઓની ધરપકડ
દેવાયત ખવડ અને સાગરીતોએ કર્યો હતો હુમલો
પોલીસે ફાર્મ હાઉસમાંથી છ આરોપીઓની કરી ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ચિત્રોડા ગામ નજીક કૃષ્ણ ફાર્મ પાસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો.જે ઘટનામાં પોલીસે દુધઈ નજીકથી ફાર્મ હાઉસમાંથી છ આરોપીઓની ધરપકડ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ચિત્રોડ ગામ નજીક ક્રિષ્ના ફાર્મ પાસે દેવાયત ખવડ સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો.પાંચ દિવસથી ગીર સોમનાથ પોલીસ ફરાર દેવાયત ખવડ સહિતના આરોપીઓની શોધ કરી રહી હતી. તે દરમિયાન સુરેન્દ્રનગરના દુધઇ ગામ નજીક એક ફાર્મ હાઉસમાંથી પોલીસે દેવાયત ખવડ સહિતના છ આરોપીઓની ધરપકડ કરી હતી.
આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.તેઓએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ સહિત તેના સાગરીતોએ સોશિયલ મીડિયામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર વોચ રાખી હતી.પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલાનો પ્લાન બનાવ્યો હતો.ત્યારબાદ આ તમામ ઈસમો ફરાર થઈ ગયા હતા. તમામ આરોપી મોબાઇલ ફેંકી તાલાળા વિસ્તારમાંથી ફરાર થયા હતા.જેથી પોલીસને આ તમામ આરોપીને પકડવા એક પડકારરૂપ હતું.હુમલાનું મુખ્ય કારણ સનાથલ ખાતે ડાયરામાં કલાકાર મોડા પહોંચ્યા હતા,તેને લઈને બબાલ થઈ હતી.અને સામસામે ફરિયાદ પણ દાખલ થઈ હતી. તેમજ સોશિયલ મીડિયામાં પણ બંને એકબીજા પર આક્ષેપો કરતા હતા.જેનાથી ઉશ્કેરાઈને દેવાયત ખવડ અને તેના સાગરીતોએ ઘટનાને અંજામ આપ્યો હતો.