Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: લીલા નારિયેળના પાકમાં સફેદ માખીના ઉપદ્રવનો રામબાણ ઈલાજ,જુઓ યુવાન ખેડૂતે શું કર્યું

લીલા નારિયેળનો ગઢ ગીર સોમનાથ જિલ્લો , દેશી પધ્ધતિ વડે માખી ભગાડી મબલખ ઉત્પાદન મેળવ્યુ

X

દરિયા કિનારા પર આવેલ ગીર સોમનાથ જિલ્લો લીલા નારિયેળનો ગઢ માનવમાં આવે છે પરંતુ સફેદ માખીના કારણે નારિયેળના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું જો કે યુવાન ખેડૂતે સફેદ માંખીનો રામબાણ ઈલાજ શોધી અન્ય ખેડૂતોને પણ સંજીવની આપી છે

દરિયા કિનારા પર આવેલ ગીર સોમનાથ જીલ્લો લીલા નાળિયેરનો ગઢ મનાતો હતો પરંતુ છેલ્લા બે વર્ષથી સફેદ માખીઓએ નાળિયેરના બગીચાઓનો સર્વનાશ કર્યો હતો ત્યારે સુત્રાપાડાના યુવાન ખેડૂત જગદીશે સોશિયલ મીડિયા પરથી સફેદ માખીનો રામબાણ અને સફળ ઈલાજ શોધ્યો છે.આ ઈલાજથી માસીક 5 થી 6 હજાર નાળીયેરનો વાઘારો ક્વોલિટી સાથે કર્યો છે.તમામ બગીચા ધારકો એ હજારો રૂપીયા ની જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો.દવાઓ છ્ંટાયા બાદ 10 કે 15 દીવસ બાદ સફેદ માખી ફરી આવી જતી જેથી ખેડુતો કંટાળી ગયા હતા.આ બાદ સુત્રાપાડાના યુવાન ખેડુત જગદીશ પંપાણીયાએ શોશ્યલ મીડીયા પરથી માહીતી મેળવી કે ગાયનૂ દુધ,ગોળ અને પાણીનું મીશ્રણ કરી તેના છંટકાવથી સમસ્યાનો ઊકેલ છે અને છેલ્લા છ માસમાં જે બગીચામાંથી માત્ર 1500 કે 2000 હજાર લીલા નાળીયેર થતા જેમાં આજે 9000 હજાર નાળીયેર અને તે પણ રોગ વગરના મીઠા મધ જેવા.આ બાબતની અન્ય ખેડુતોને જાણ થતાં અનેક ખેડુતો આજે આ જ પ્રયોગ કરી રહ્યા છે. એક હજાર લીટર પાણીમાં 15 લીટર ગાયનું દુધ 10 કીલો ગોળ મીક્સ કરી તેને ફુવારા ની મદદથી નાળીયેરના ઝાડ પર છંટકાવ કરવાથી મધ માખીઓ સ્વાદ અને સુગંધના કારણે ભારે માત્રા માં આવી રહી છે જે ફલીની કરણમાં મોટો વધારો કરે છે અને સફેદ માખીઓ મધમાખીના આગમનથી નાસી રહી છે

Next Story