સોમનાથમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર
શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી
દીપાવલીમાં ભક્તોએ મહા આરતીનો લ્હાવો લીધો
આસ્થાના પ્રકાશથી ઝળહળ્યું સોમનાથ તીર્થધામ
સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીના પાવન અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દિવાળીના પવન અવસર નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.આજના આ પાવન અવસરે સોમનાથ મંદિર નજીક યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરીને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.
વધુમાં સોમનાથ ખાતે પરંપરાગત જ્યોત પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરાઈ હતી.તેમજ સોમનાથ મહાદેવની મહાઆરતીનો લ્હાવો પણ ભક્તોએ લીધો હતો.