ગીર સોમનાથ : આલિદરના અઢી માસના વિવાનનો જીવ બચાવી શકે છે 16 કરોડ રૂા.નું ઇન્જેકશન

વિવાન સ્પાઇન મકયુલર એટ્રોફીની બિમારીથી પીડાઇ છે. અગાઉ ધૈર્યરાજસિંહને પણ આ પ્રકારની બિમારી થઇ હતી.

New Update
ગીર સોમનાથ : આલિદરના અઢી માસના વિવાનનો જીવ બચાવી શકે છે 16 કરોડ રૂા.નું ઇન્જેકશન

મહિસાગર જિલ્લાનો ધૈર્યરાજસિંહ આપને યાદ હશે. તેનો જીવ બચાવવા માટે લોકોએ એક જ હાકલ પર 16 કરોડ રૂપિયાની રકમ ભેગી કરી તેના પરિવારને આપી તેનો જીવ બચાવી લીધો હતો. ધૈર્યરાજસિંહ બાદ હવે ગીર સોમનાથના આલિદર ગામના વિવાનને પણ હવે આ ઇન્જેકશનની જરૂર પડી છે.

મહિસાગરના ધૈર્યરાજસિંહ માટે 16 કરોડ રૂપિયા ભેગા કરી સખાવતીઓએ માનવતા મહેંકાવી હતી. હવે ગીર- સોમનાથના આલિદર ગામના વિવાનને પણ સ્પાઇન મકયુલર એટ્રોફીની બિમારી થઇ છે. વિવાનની ઉમંર માત્ર અઢી માસની છે. તેના પિતા અશોક વાઢેળ કચ્છની ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેમના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલા વિવાન બિમાર પડતાં તેને જુનાગઢ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. વિવાનને ગંભીર બિમારી હોવાનું જણાતા તેના રીપોર્ટ ચેન્નાઇ મોકલવામાં આવ્યાં હતાં. જયાં તેને સ્પાઇન મકયુલર એટ્રોફીની બિમારી હોવાનું નિદાન થયું હતું. આ જવલ્લે જ જોવા મળતી બિમારી છે અને તેના ઇલાજ માટે અમેરિકાથી ખાસ ઇન્જેકશન મંગાવવું પડતું હોય છે.

અગાઉ મહીસાગરના ધૈર્યરાજસિંહને આ બિમારીનું નિદાન થયું હતું પણ દેશ અને વિદેશના લોકોએ દાનનો ધોધ વહાવીને 16 કરોડથી વધારે રૂપિયાની રકમ ધૈર્યરાજસિંહના પરિવારને આપી હતી. અમેરિકાથી ઇન્જેકશન મંગાવી ધૈર્યરાજસિંહને આપવામાં આવ્યું છે અને તેની સ્થિતિ સુધારા પર છે. આવી જ મદદની જરૂર હવે વિવાને પડી છે. વિવાનના પરિવારને મદદરૂપ થવા સૌ આગળ આવો તેવી એક મિડિયા હાઉસ તરીકે કનેકટ ગુજરાત પણ દેશ અને વિદેશના સખાવતીઓને મદદની હાકલ કરે છે.વિવાન સ્પાઇન મકયુલર એટ્રોફીની બિમારીથી પીડાઇ છે.

Latest Stories