Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ

ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે.

X

ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમને અનુલક્ષીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તામિલનાડુના 120 પંડિતો દ્વારા વેદઋચા સાથે અતિરુદ્ર મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે. જે માટે ચોપાટી પર મોટી યજ્ઞશાળા બનાવાય છે. અહીં 5 યજ્ઞકુંડ સાથે મધ્યમાં વિશાળ કમળ આકૃતિ પર 1008 કળશનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેમજ જુદા જુદા દ્રવ્યોની આહુતિ અર્પણ કરવામાં આવી રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ટા. 14મી એપ્રિલ સુધી ચાલનાર આ મહાયજ્ઞમાં અનેક ભક્તોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story