ગીર સોમનાથ : હોળી નિમિત્તે કાલભૈરવની 20 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ, દર્શન માટે ભક્તોની કતાર...

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હોળી નિમિત્તે ભોઇ સમાજ દ્વારા અંદાજે 200 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથ હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા.

ગીર સોમનાથ : હોળી નિમિત્તે કાલભૈરવની 20 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ, દર્શન માટે ભક્તોની કતાર...
New Update

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હોળી નિમિત્તે ભોઇ સમાજ દ્વારા અંદાજે 200 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથ હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા. જેમાં આસ્થાભેર માનતા પુરી થતાં નવજાત શીશુઓને પગે લગાડવા લોકોની કતારો લાગી હતી.

કાલભૈરવ કળિયુગનાં જાગૃત દેવતા છે. શિવ પુરાણમાં ભૈરવને મહાદેવ શંકરનું સ્વરૂપ જણાવવામાં આવ્યા છે. તેમની આરાધનામાં કોઈ કઠોર નિયમો નથી. શિવજીની જેમ જ તેઓ ભક્ત પર બહુ જલદી રીઝી જાય છે. આવા પરમ કૃપાળુ તથા શીઘ્ર ફળ આપનારા કાલભૈરવની શરણમાં જનાર જીવનો નિઃશંક ઉદ્ધાર થાય છે. ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં સમસ્ત ભોઇ સમાજ દ્વારા હોળીના તહેવાર નિમિત્તે વિવિધ પથ્થર, માટી, વાંસ અને કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાલ ભૈરવદાદાની 20 ફૂટ ઉંચી વિશાળ મુર્તિ બનાવવામાં આવે છે.

વેપારીઓને વ્યાપારમાં લાંભ તેમજ નિઃસંતાનને સંતાન મળવાની શ્રદ્ધા સાથે આ મુર્તિ લોકોના શ્રધ્ધાનું કેન્દ્ર બની છે. દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં સંતાન પ્રાપ્તિ માટે ભૈરવનાથની માનતા માનવા અને માનતા ઉતારવા આવે છે. ખૂબ જ પ્રાચીન કાળથી આ મુર્તિ અહી જ બનાવવામાં આવે છે. અહી માનતા કરનારની માનતા ભૈરવનાથ દાદા અચૂક પૂરી કરતાં હોવાની લોક માન્યતા છે.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #darshan #Girsomnath #Holi #devotee #Veraval #BhoiSamaj #Bhairavnath
Here are a few more articles:
Read the Next Article