ગીર સોમનાથ : હીટવેવના પગલે વિદ્યાર્થીઓ,શ્રમિકો માટે ORS-પાણીની વ્યવસ્થા,મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામગીરી રહેશ બંધ

ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

New Update
  • હિટવેવના પગલે તંત્ર બન્યું સાબદુ

  • જિલ્લા કલેકટરે તૈયાર કર્યો એક્શન પ્લાન

  • વિદ્યાર્થીઓ-શ્રમિકો માટે ORS-પાણીની કરાઈ વ્યવસ્થા

  • મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામગીરી રહેશે બંધ

  • લૂ થી બચવા માટે સાવચેતીના પગલા લેવા કરાયો અનુરોધ

Advertisment

ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે,અને અસહ્ય ગરમી સામે પ્રજાની સુરક્ષા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે,જેમ જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ સંબંધિત આરોગ્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ આંગણવાડીશાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ORS અને પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ પગલા લીધા છે. અને આરોગ્ય વિભાગે લોકોની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સાથે જ તકેદારીના ભાગરૂપે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગની ટીમે જિલ્લાની તમામ શાળાઓઆંગણવાડી કેન્દ્રોગ્રામ પંચાયત અને એસ.ટી. ડેપો પર ORS પેકેટનું વિતરણ કર્યું છે.

મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે ORS, પાણી અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવશે.અને બપોરના સમયે વધુ ગરમી દરમિયાન કામગીરી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને લૂ થી બચવા માટે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કર્યો છે.

નાના બાળકોસગર્ભા માતાઓવૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Advertisment
Latest Stories