Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : તાલાલાના હડમતીયા ગામે પાણીના વિતરણમાં અન્યાય થતાં આરોપીએ આધેડને ચપ્પુના ઘા ઝીંકયા,જાણો પછી શું થયું..

પાણીના કકળાટે એક વ્યક્તિનો લીધો ભોગ, નજીવી બાબતે યુવક પર ચપ્પુ વડે હુમલો સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું

X

કાળઝાળ ગરમી અને પાણીની કિલ્લત એક યુવકને હત્યાના માર્ગ પર દોરી ગઇ. તાલાલા તાલુકાના હડમતીયા ગામે પાણી વિતરણનું કામ સંભાળતા ઇસ્માઇલ ચોટિયારાને પાણી આપવામાં અન્યાય કરતા હોવાના આરોપ લગાવીને એક યુવકે છરીના ઘા મારી રહેંસી નાખ્યો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના પોકાર ઉઠતા સૌએ જોયા હશે, ઘણી વખત પાણી ન મળવાને કારણે બેડા યુદ્ધના દ્ર્શ્યો પણ સામે આવતા હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં પાણીની પારાયણ એક વ્યક્તિની હત્યા સુધી પહોંચી છે. તાલાલા તાલુકાના હડમતીયા ગામે ગ્રામ પંચાયત તરફથી પાણી વિતરણની વ્યવસ્થા સાંભળી રહેલા ઈસ્માઈલ ચોટીયારા આરોપીને ધીમું પાણી આપે છે અને અન્ય લોકોને વધારે પાણી આપે છે તેમ મનદુખ રાખીને મુસ્તકીએ પહેલા ટેલિફોનિક ઝઘડો કર્યો અને ત્યારબાદ પોતાનું બાઈક રીપેર કરી રહેલા ઈસ્માઈલ ચોટિયારા પર છરી વડે હુમલો કરી કરપીણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હૉસ્પિટલમાં ઈસ્માઈલ ચોટિયારાનું મૃત્યુ થતા પોલીસ દ્વારા હત્યા કરનાર યુવક મુસ્તકીન શેરમાં વિરુધ્ધ ગુનો નોંધાયો છે .

Next Story