-
પાકિસ્તાન જેલમાં કેદ હતા માછીમારો
-
પાકિસ્તાને માછીમારોને બનાવ્યા હતા બંધક
-
કેદમાંથી મુક્ત થતા 22 માછીમારો વતન પરત આવ્યા
-
પરિવારજનો સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
-
પાકિસ્તાની જેલમાં હજી પણ 195 માછીમારો કેદ
પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જીલ્લા સહિત દ્વારકા અને યુપીના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ 2021 - 22 દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા.જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે.તમામ માછીમારોને ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા,અને પરિવારજનોને સોંપ્યા હતા.ત્યારે આ માછીમારોનું અહીં લાવતા પહેલા કીડીવાવ ખાતે પોલીસ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષે પરિવારજનોને જોઈ ચોધાર આંસુએ પરિવારજનો અને માછીમારો રડી પડ્યા હતા.
ફિશરીઝ અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ પાકિસ્તાન જેલમાં 195 જેટલા માછીમારો કેદ છે અને તેઓ મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે,ત્યારે અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટા ભાગના માછીમારો હૃદય, ડાયાબિટીસ, ટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે,તેવું જાણવા મળ્યું છે.