સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.
અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.