Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : લોઢવા ગામે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડતોમાં રોષ, શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ..!

ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,

X

ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, જ્યાં યુરિયા અને ડીએપી ખાતર મેળવવા માટે લોઢવા ગામના ખેડૂતો લાંબી કતારમાં જોવા મળ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા ઘણા દિવસથી યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાય છે. લોઢવા ગામે યુરિયા અને ડીએપી ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લે એક મહિના દિવસથી ખાતર આવ્યું જ નથી, અને આવ્યું છે તો માત્ર એક જ ગાડી જેટલું ખાતર આવ્યું છે. જેના કારણે કેટલાય ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી. જો ખાતર નહીં મળે તો પાકને મોટી નુકસાની જવાની ભીતિ સેવાય રહી છે. અત્યારે ઘઉં તેમજ બાજરી સહિતના શિયાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું છે. પરંતુ ખાતરની અછતના કારણે આ વખતે શિયાળુ પાકને અસર થઈ શકે છે. ગીર સોમનાથના તમામ તાલુકામાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે હવે યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે. આ સાથે જ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, દિવાળી પહેલા પણ અમે કતારમાં ઊભા હતા, અને દિવાળી બાદ પણ લાંબી કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે.

Next Story