ગીર સોમનાથ : હોળી-ધૂળેટીના પાવન અવસરે સોમનાથ મહાદેવને અબીલ-ગુલાલનો ભવ્ય શૃંગાર

ગીર સોમનાથ જિલ્લાના આદિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ મહાદેવને હોળી-ધૂળેટીના પાવન અવસરે અબીલ-ગુલાલનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે.

New Update

હોળી-ધૂળેટીના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. કોરોના મહામારી બાદ સુખાકારી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તોના મહેરામણથી સોમનાથનગરના માર્ગ શોભાયમાન થયા હતા. વહેલી સવારે સોમનાથ મંદિરે પ્રાતઃ આરતીમાં મહાદેવને અબીલ અને ગુલાલનો પારંપરિક ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. સાથે જ શ્વેતાંબર, પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહી હતી, ત્યારે હોળી-ધૂળેટીના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરાયેલ અબીલ-ગુલાલનો ભાવ્ય શૃંગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Latest Stories