Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : સુત્રાપાડામાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા કૌભાંડનો પર્દાફાશ,4 જ દિવસમાં આ બીજો જથ્થો ઝડપાયો

સસ્તા ભાવના અનાજના ગોરખ ધંધાનો પર્દાફાશ, સુત્રાપાડા પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો

X

જરૂરિયાતમંદોને રાશનિંગમા મળતું સસ્તા ભાવના અનાજના ગોરખ ધંધાનો પર્દાફાશ થયોછે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસે ગેરકાનૂની રીતે જતો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આ દ્રશ્યો છે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના. અને આ એમાંય જોવા મળી રહેલા અનાજના જથ્થાના જે સરકારે જરૂરીયાતમંદોનો આપે છે તે છે. પરંતુ વચ્ચે ના વચેટિયાઓ ગરીબોનું બે ટંકનું ભોજન છીનવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે કે આ જથ્થો સુત્રાપાડાના હરણાસા ગામેથી ટ્રેકટરમા ભરી તેને લોઢવા લઇ જવામાં આવતો હતો, પરંતુ તે જગ્યા પર પહોંચે તે પહેલાજ સુત્રાપાડા ગેટ પાસે પોલીસે ચેક કરતા આમાં રહેલી દાળ ઓછી લાગી હતી અને આ જથ્થો લઈ જનાર પાસે કોઈ જવાબ ન હતો.

આ જથ્થો સરકારી બોરી અને સિમ્બોલવાળો હોવાના કારણે એ સાબિત થયું કે સરકારના સરકારી અનાજને ગરીબોને નહીં પણ લોઢવામાં બેઠેલા વેપારીને ઉંચા ભાવે વહેંચી દેવાનું હતું. સ્થળ પર થયેલા રોજ કામ મુજબ આ જથ્થામાં 96 ગુણી ચોખા અને 8 ગુણ તુવેર દાળ હોવાનું બહાર આવતા આ જથ્થો સીઝ કરાયો હતો. જો કે મામાલદાર નું કહેવું છે કે તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. જોકે 4 દિવસ પહેલા પણ સુત્રાપાડાના લાટી ગામે તળાવમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો તળાવમાં તરતો જોવા મળ્યો હતો. જેની તપાસ હજુ પૂરી નથી થઈ ત્યાં આ બીજો જથ્થો મળી આવ્યો હતો.

Next Story