Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ
X

દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં દેશી ગોળનું ઉત્પાદન કરતાં ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

બે દિવસ પહેલા જી.એસ.ટી.કાઉન્સિલની ૪૯મી બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં દેશી ગોળ ઉપર વસુલાતા પ્રવર્તમાન GSTદરમાં મોટી રાહત આપવા નિર્ણય લેવાયો છે.દેશમાં સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લો દેશી ગોળનું હબ રહ્યો છે અને વર્ષે ૨૫ લાખ ડબ્બાનું ઉત્પાદન કરે છે જ્યાં GSTકાઉન્સિલના આ નિર્ણયથી રાહતની લાગણી પ્રસરી છે.આ મુદ્દે દેશી ગોળ નું ઉત્પાદન કરતા અને તાલાલા ગીર ખેતીવાડી ઉત્પાદન સમિતિના અધ્યક્ષ સંજયભા શીંગાળાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી જિલ્લાની ત્રણ ખાંડ ફેકટરીઓ બંઘ હોવાથી જિલ્લામાં શેરડીના પાકનું વાવેતર કરતા ખેડુતો માટે ગોળના રાબડા આર્શીવાદ સમાન બન્યા છે.દેશી ગોળના રાબડા કોઇ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી પરંતુ ખેડૂતોની શેરડીનો ખેડૂતો જ ગોળ બનાવી ઉપજ મેળવી રહ્યા છે.હાલ ૧૮ ટકાનો જી.એસ.ટી.માં ફેરફાર કરીને હવે માત્ર પ્રિપેક્ડ કે લેબલવાળા ગોળ ઉપર પ ટકા અને છૂટક વેચાતા ગોળ ઉપરનો જી.એસ.ટી.ઝીરો કરી દેવાયો છે. આને કારણે ગોળ લોકોને સસ્તો મળવાની અને વેપારીઓને જીએસટીની ઝંઝટ ઘટવાની આશા જાગી છે.

Next Story