ગીર સોમનાથ : હિરણ, કપિલા અને સરસ્વતી નદીમાં આવ્યું ઘોડાપૂર, પવિત્ર ત્રિવેણી સંગમનો અદ્ભુત નજારો સર્જાયો...

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.

ગીર સોમનાથ : હિરણ, કપિલા અને સરસ્વતી નદીમાં આવ્યું ઘોડાપૂર, પવિત્ર ત્રિવેણી સંગમનો અદ્ભુત નજારો સર્જાયો...
New Update

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર નજીક પવિત્ર ત્રિવેણી સંગમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે.

અરબી સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવ વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ પવિત્ર ધરતીમાં ભગવાન શ્રી ક્રુષ્ણએ 56 કોટિ યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાદ્ધકર્મ કર્યું હતું. ભગવાન શ્રી ક્રુષ્ણએ પોતાનો દેહોત્સર્ગ પણ આ જ કિનારે કર્યો હતો. જેથી શાસ્ત્રોમાં 5 તીર્થ ક્ષેત્રમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાય છે, ત્યારે હાલ વરસી રહેલા ભારે વરસાદના પગલે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે વ્યાપક અસર જોવા મળી રહી છે. અહી હિરણ, કપિલા અને સરસ્વતી નદીમાં પૂર આવતા ત્રણેય નદીઓ છલકાય ઉઠી છે. જે ત્રણેય નદીઓ સમુદ્રને મળતા અહી અદ્ભુત નજારો જોવા મળ્યો છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Gir Somnath #Heavy Rain #Triveni Sangam #Rain Fall #Saraswati rivers #rivers
Here are a few more articles:
Read the Next Article