ગીર સોમનાથ : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિતિમાં યોગ દિવસ પૂર્વે ખેડૂતોની શિબિર યોજાઇ

પૂર્વે કેન્દ્રીય ડેરી વિકાસ અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલા, રાજ્ય કક્ષના મંત્રી દેવા માલમ ખેડૂતો સાથે શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.

New Update
ગીર સોમનાથ : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિતિમાં યોગ દિવસ પૂર્વે ખેડૂતોની શિબિર યોજાઇ

સોમનાથ મંદિર નજીક વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે પૂર્વે કેન્દ્રીય ડેરી વિકાસ અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલા, રાજ્ય કક્ષના મંત્રી દેવા માલમ ખેડૂતો સાથે શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ડેરી વિકાસ અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરસોતમ રૂપાલા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના પૂર્વ આયોજન અર્થે સોમનાથમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા આયોજિત ખેડૂત શિબિરમાં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા હતા. આજના કાર્યક્રમમાં આગામી ૨૧મી જૂનના યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમની પૂર્વભૂમિકા અને યોગ દિવસે આયોજિત થનારા કાર્યક્રમો અંગે પોતે માહિતગાર થયા હતા અને આજે ઉપસ્થિત ખેડૂતોથી લઈને સામાન્ય લોકો જિલ્લાના અધિકારીઓ અને ખેડૂતોએ આજે યોગ દિવસ પૂર્વે યોગનો અભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કઈ રીતે વિશેષ બનાવી શકાય એનો જાત અનુભવ સોમનાથ મહાદેવના પટાંગણમાં કર્યો હતો.

સાથેજ સોમનાથમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અને જીએફસી દ્વારા આયોજિત આ શિબિરમાં પરશોત્તમ રૂપાલાએ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે સર્વ પ્રથમ વખત સંજીવની લાડુ રજૂ કર્યા હતા. જે લાડુ પોષણતમ અને ગુણવત્તા લઈને ખૂબ સારો માનવામાં આવે છે. જેમને આગામી દિવસોમાં દેશની તમામ આંગણવાડી ઓમાં આ પ્રકારનો પોષણયુક્ત લાડુ પ્રત્યેક બાળકને મળે તે માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ કામ કરી રહ્યું છે. વધુમાં પરશોત્તમ રૂપાલાએ ખેડૂતો માટે ખાતરને લઈ તેમના વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. ખેડૂતો દાણાદાર ખાતર ને લઈને ખૂબ પ્રભાવિત થાય છે. આવી પરિસ્થિતિમાં જી.એસ.એફ.સી દ્વારા છાણ માંથી બનાવેલું દાણાદાર ખાતર પણ રજૂ કર્યું હતું. આગામી દિવસોમાં આ ખાતરનું પણ વ્યાપારિક ધોરણે જીએસએફસી નિર્માણ કરશે અને પ્રત્યેક ખેડૂતને દાણાદાર પરંતુ છાણીયું ખાતર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા તેમના વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેમનો આગામી દિવસોમાં ખેડૂતોને લાભ મળશે.

Latest Stories