ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી
જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
વિદ્યાર્થીઓ સહિત પર્યાવરણ પ્રેમીઓએ સફાઈ હાથ ધરી
ફિશિંગ નેટ,થર્મોકોલ સહિતનું પ્રદૂષણ નોંધપાત્ર ઘટ્યું
સમુદ્ર કાંઠા પર ટુરિઝમ પોલ્યુશનનું પ્રમાણ વધ્યું
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે સમુદ્ર કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા સમુદ્ર કિનારા પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ સહિત 250થી વધુ પર્યાવરણ પ્રેમીઓએ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે જાણવા મળ્યા મુજબ સમુદ્ર કાંઠા પર ટુરિઝમ પોલ્યુશનના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે દરિયામાંથી ફિશિંગ નેટ, થર્મોકોલ સહિતના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.