ગીર સોમનાથ : કોડીનારમાં SOG અને ફૂડ વિભાગના સંયુક્ત દરોડા,અલ અફસા ડેરી ફાર્મમાંથી ભેળસેળ યુક્ત ઘી મળતા કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રબારીવાડા વિસ્તારમાં આવેલી અલ અફ્સા ડેરી ફાર્મ પર SOG અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા,

New Update
  • ભેળસેળીયા તત્વો સામે તંત્રની કાર્યવાહીથી ફફડાટ

  • અલ અફસા ડેરી ફાર્મ પર દરોડાથી ચકચાર

  • SOG અને ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ

  • ભેળસેળ યુક્ત ઘી મળી આવતા કાર્યવાહી

  • ઘીના નમૂના લેબ ટેસ્ટ માટે મોકલાયા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રબારીવાડા વિસ્તારમાં આવેલી અલ અફ્સા ડેરી ફાર્મ પર SOG અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા,જેમાં મોટા પ્રમાણમાં ભેળસેળ યુક્ત ઘી મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રબારીવાડા વિસ્તારમાં આવેલી અલ અકસા ડેરી ફાર્મ પર SOG પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.આ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરવામાં આવી હતીજેના પગલે સિનિયર ફૂડ સેફટી ઓફિસર સી.કે. નિમાવત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તપાસ દરમિયાન ડેરીના ગોડાઉનમાંથી સોયાબીન અને વનસ્પતિ તેલથી બનેલું આશરે 30 કિલો ભેળસેળીયું લૂઝ ઘી મળી આવ્યું હતું.ડેરી પાસે ફૂડ લાયસન્સ પણ ન હોવાનું બહાર આવ્યું છે.ડેરીનો માલિક મહમદ ઇમરોઝ યુનુસ નાથાણી ઘીનું ગેરકાયદેસર વેચાણ કરતો ઝડપાયો હતો.હાલ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે,અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Latest Stories