Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : વેરાવળના આધેડને બીજા નિકાહ કરવું પડ્યું ભારે

X

વેરાવળમાં 4 સંતાનોના આઘેડ પીતાને બીજા નિકાહ કરવાના અભરખા ભારે પડ્યા છે. નિકાહના બીજા જ દિવસે દુલ્‍હને ઘર ચલાવવાની ના કહી દાગીના અને રોકડ રકમ માંગતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં ભાંડો ફૂટતા પોલીસે સતર્ક કાર્યવાહી હાથ ઘરી ચીટર દુલ્‍હન અને તેના સાથીદારની ઘરપકડ કરી છે.

વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા 59 વર્ષીય ઇબ્રાહીમ મુકાદમને 4 સંતાનો છે. જે પૈકી 3 પરણીત અને એક કુંવારો છે. ઇબ્રાહીમના પત્‍નીનું દોઢેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્‍યુ થયું હતું. જેથી તેને બીજા લગ્ન કરવા હોવાથી તેના એક પરિચિત મારફતે અંકલેશ્વર રહેતા ઇરફાન શેખનો સંપર્ક થયો હતો. જેમાં રૂપિયા 40 હજારમાં લગ્‍ન કરાવી આપવાનું નક્કી થયું હતું.

ચારેક દિવસ પૂર્વે ઇરફાન શેખે ફોન કરીને ઇબ્રાહીમ મુકાદમને અંકલેશ્વર બોલાવી છોકરી જોવા માટે સુરત જવાનું જણાવ્યુ હતું. જ્યાં શાઇમા નામની મહિલા સાથે મુલાકાત કરાવતા બન્નેએ એકબીજાને પસંદ કરતાં નિકાહ કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે નિકાહ કરવા માટે ઇબ્રાહીમ મુકાદમે રૂ. 35 હજારની સોનાની વીટી તથા રૂ. 15 હજારના કપડા અને કટલરીનો સામાન લઇ આપ્યો હતો. ત્યારબાદ 2 દિવસ પૂર્વે વેરાવળ આવી ઇબ્રાહીમ મુકાદમ સાથે શાઇમાના નિકાહ કરાવ્યા હતા. જોકે, તેના બીજા જ દિવસે શાઇમાએ તેમના મોટા બાપુ ગુજરી ગયા હોવાનું જણાવી પિયરમાં જવાનું કહી કપડા તથા સોના-ચાંદીના દાગીના પેક કર્યા હતા. આ જ સમયે પતિ ઇબ્રાહીમ મુકાદમ પાસે 30 હજાર રૂપિયાની માંગણી કરતા શંકા ગઇ હતી. જેથી તેમણે શાઇમાને કહ્યું કે. આપણે કાલે સાથે જઈશું, તેમ છતાં શાઇમાએ જીદ કરતા તેની પાસે રહેલ ઘરેણા તથા કપડા ઇબ્રાહીમ મુકાદમે પરત લઇ લેતા શાઇમાએ મારે તારૂ ઘર ચલાવવું નથી તેમ કહી ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા પોલીસે ઇબ્રાહીમ મુકાદમને બોલાવતા તેઓએ હકીકત જણાવી હતી. જેમાં સીટી પી.આઇ. ડી.ડી.પરમારે ત્‍વરીત કાર્યવાહી હાથ ઘરી આરોપી ઇરફાન શેખ અને શાઇમા શેખની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

જોકે, આ મામલે 4 સંતાનના પિતા એવા આઘેડ ઇબ્રાહીમ મુકાદમની શંકા અને પોલીસની સર્તકતાની કામગીરીથી લગ્‍ન કરવા ઇચ્‍છુકોને છેતરતી લુટેરી દુલ્હન અને ચીટર ગેંગ ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લુટેરી દુલ્હન શાઇમાએ અત્‍યાર સુઘીમાં 3 લગ્ન કર્યા છે, જ્યારે વધુ કેટલા લોકોને શિકાર બનાવી કેટલી છેતરપિંડી કરી છે તે દિશામાં હાલ પોલીસ તપાસમાં કરી રહી છે.

Next Story