અવિરત વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં સોમનાથ-ભાવનગર હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. તો બીજી તરફ બિસ્માર માર્ગના કારણે રિક્ષા પલટી સહિતના અનેક અકસ્માતો સર્જાતા વરસાદે પોતાની પેટન્ટ બદલી હોવાનું માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવી દોષનો ટોપલો કુદરત પર ઢોળ્યો હતો.
ગીર સોમનાથ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે સોમનાથ-ભાવનગર હાઈવે અતિ બિસ્માર બન્યો છે, ત્યારે બિસ્માર માર્ગના કારણે એક રિક્ષા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ સાથે જ અનેક સ્થળોએ અલગ અલગ અકસ્માતોમાં લોકોને નાની મોટી ઇજા પહોચી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, રિક્ષા પલટી મારી જવાના અકસ્માતમાં માંડ માંડ લોકોનો જીવ બચ્યો છે. તો બીજી તરફ વરસાદે પેટન્ટ બદલી એટલે રોડ બિસ્માર થયા હોવાનું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું.
એક તરફ સોમનાથ-ભાવનગર હાઈવેના ખોફનાક દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ મંત્રીજીએ દોષનો ટોપલો કુદરત પર ઢોળ્યો છે. હવે સવાલ એ છે કે, જુના રોડ વરસાદના કારણે ભલે ધોવાયા હોય. પરંતુ જે ફોરલેન રોડનું છેલ્લા 6 વર્ષથી નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તે હજી સુધી કેમ પૂર્ણ થયું નથી, તેવા લોકોના મનમાં સવાલ ઉદ્દભવી રહ્યા છે, ત્યારે મંત્રીજીએ વરસાદ અને કુદરતને જવાબદાર ગણાવતા હોય તેવો જવાબ આપ્યો હતો. તો સાંભળો શું કહી રહ્યા છે, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી...