ગીર સોમનાથ : નાખડા ગામે આરોગ્યક્ષેત્રના માપદંડમાં રાજ્યક્ષાએ પોતાની શ્રેષ્ઠતા કરી સાબિત

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે આરોગ્યક્ષેત્રના માપદંડોમાં રાજ્યકક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

New Update
  • નાખડા ગામે આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠતા કરી સાબિત

  • આરોગ્યક્ષેત્રના માપદંડમાં રાજ્યકક્ષાએ ઝળક્યું

  • સ્વસ્થ પંચાયત હેલ્ધી વિલેજ તરીકે પસંદગી

  • આરોગ્યલક્ષી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

  • ગામના સરપંચને મુખ્યમંત્રી દ્વારા કરાયા સન્માનિત   

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે આરોગ્યક્ષેત્રના માપદંડોમાં રાજ્યકક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

ગીર સોમનાથ જિલ્લાનું નાખડા ગામ સ્વાસ્થ્ય માટેના માપદંડમાં પસંદગી પામ્યું છે. જે ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવ સિદ્ધિ સમાન છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ રામપરા પેટા આરોગ્ય કેન્દ્રના નાખડા ગામને સ્વસ્થ પંચાયત'હેલ્ધી વિલેજતરીકે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાખડાના સરપંચ વિજય સોલંકીને ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ પી.એ.આઈ. (પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ) હેઠળ કુલ 9 થીમ આધારિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાંથી સ્વસ્થ પંચાયતહેલ્થી વિલેજ” થીમ નંબર ૨ અંતર્ગત નાખડા ગામે 99.39નો સ્કોર મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ઉત્તમ આરોગ્યલક્ષી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Latest Stories