Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : ભોજદે ગીર ગામના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, બે સંચાલકો અને બે દલાલોની ધરપકડ

સાસણ ગીરના ભોજદે ગીરમાં એક ફાર્મહાઉસમા કુટણખાનું ચાલતું હતું.જેમાં એલસીબી ટીમે દરોડા પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

X

સાસણ ગીરના ભોજદે ગીરમાં એક ફાર્મહાઉસમા કુટણખાનું ચાલતું હતું.જેમાં એલસીબી ટીમે દરોડા પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

સાસણ ગીર નજીકના ભોજદે ગીરના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાનામાં ડમી ગ્રાહકને મોકલી એએસપીએ એલસીબીને સાથે લઈ દરોડો પાડી બે યુવતીઓને છોડાવેલ હતી. જ્યારે ફાર્મ હાઉસમાંથી સુરતના બે દલાલો અને દેહવિક્રયનો વેપલો ચલાવતા મેંદરડા અને વિસાવદરના એક-એક મળી કુલ ચાર શખ્સોને ઝડપી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. આ ગેરકાયદેસર ચાલતા કુટણખાના મામલે ચારેય આરોપીઓ તથા ફરાર થઈ ગયેલા ફાર્મ હાઉસના માલિક મળી પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની દરોડાની કાર્યવાહીના પગલે ગીર પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.ગીર જંગલ અને સિહોનો રહેઠાણના લીધે વિશ્વમાં પ્રખ્યાત થયેલ સાસણ ગીર અને તેની આસપાસના ગામોમાં મોટાપાયે વિકસેલ ફાર્મ હાઉસોમાં ચાલતી બેફામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ વારંવાર દરોડા પાડે છે. આવી જ વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. આ રીતે ફાર્મ હાઉસની ઓથ હેઠળ ગેરકાયદેસર રીતે કુટણખાનું ચલાવતા હતા. આ કુટણખાનામાં રહેલ બે ભોગ બનનાર યુવતીઓને છોડાવવામાં આવી છે.આ મામલામાં સ્થળ પરથી પકડાયેલ સુરતના બંન્ને દલાલો તથા વિસાવદર અને મેંદરડાના શખ્સ ઉપરાંત ફાર્મ હાઉસના માલિક મળી પાંચેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story