ગીર સોમનાથ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિવાર સાથે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું...

President Ramnath Kovinde along with his family offered Adi Jyotirlinga Somnath Mahadev ...

New Update
ગીર સોમનાથ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિવાર સાથે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું...

દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરિવાર સાથે આજરોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોચ્યા હતા, જ્યાં તેઓએ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment

મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે સોમવાર‌ના પવિત્ર દિવસે રામનાથ કોવિંદ ‌પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પરીવાર સાથે પહોચ્યા હતા, જ્યાં તેઓએ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન, પૂજન-અર્ચન તેમજ ગંગાજળ અભિષેક સહિત મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કર્યું હતું. સાથે જ મંદિર સહિત આસપાસના વિસ્તારમાં થઇ રહેલા કામોની જાત માહિતી પણ મેળવી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણ લહેરીએ‌ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પરીવારને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું.

Latest Stories