Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : "ગુજરાત માંગે રોજગાર" અભિયાન અંતર્ગત રોજગાર કચેરી ખાતે યુથ કોંગ્રેસનો ઘેરાવો...

ગીર સોમનાથ જિલ્લામાં 30 હજાર જેટલા લોકો બેરોજગાર છે, જેની સામે રોજગાર કચેરીમાં માત્ર 7 હજારનો જ આંકડો દર્શાવી બેરોજગારીનો સાચો આંક છુપાવામાં આવી રહ્યો છે.

ગીર સોમનાથ : ગુજરાત માંગે રોજગાર અભિયાન અંતર્ગત રોજગાર કચેરી ખાતે યુથ કોંગ્રેસનો ઘેરાવો...
X

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ "ગુજરાત માંગે રોજગાર" કેમ્પેઇનના પ્રથમ ચરણ "રોજગાર ક્યાં છે..?" અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની રોજગાર કચેરી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મહંમદ શાહિદ અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અભય જોટવા, જિલ્લા પ્રમુખ રાકેશ ચુડાસમા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સંગીતા ચંડપાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો જિલ્લા સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કોંગી કાર્યકરો રોજગાર કચેરી પહોંચ્યા હતા. આ તકે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકાર તેમના મોડેલ ગુજરાતને બચાવવા રોજગારીના ખોટા આંકડા દર્શાવી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં 30 હજાર જેટલા લોકો બેરોજગાર છે, જેની સામે રોજગાર કચેરીમાં માત્ર 7 હજારનો જ આંકડો દર્શાવી બેરોજગારીનો સાચો આંક છુપાવામાં આવી રહ્યો છે. આ સહિતના વિવિધ મુદ્દાઓ સાથે ગીર સોમનાથ જિલ્લાની રોજગાર કચેરી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story