Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: પૂર અસરગ્રસ્તો માટે સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યુ,જુઓ શું કરી વ્યવસ્થા

ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરથી અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે

X

ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરથી અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે

ગીર સોમનાથ જિલ્લામાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સર્વાધિક વેરાવળ શહેર અને સોમનાથ વિસ્તારમાં પુર અને વરસાદની સ્થિતિ વિકરાળ બની હતી. દાયકાઓ બાદ સોમનાથના રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિમાં પણ લોકો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવ છે ત્યાં સુધી તેઓને કાઈ નહિ થાય તેવી અતૂટ આસ્થા સાથે બેઠા હતા. ત્યારે મહદેવનાં આશીર્વાદ અને વહીવટી તંત્રની કુશળ કામગીરીથી પુર પ્રકોપમાં પણ લોકો સકુશલ બહાર આવ્યા હતા. ત્યારે જરૂરિયાતમંદોને ખાવા માટે શું તે પ્રશ્ન ઉપસ્થિત થાય તે પેહલા જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીનું સોમનાથ ટ્રસ્ટ આર.એસ.એસ. ના સ્વયંસેવકોને સાથે લઈને પોતાના વાહનોમાં બિસ્કિટ અને પુલાવનું વિતરણ કરવા પહોંચી ગયું હતું.

Next Story