Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બન્યું હતું,અનેક સુવિધાઓ આપવામાં આવી

સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટની સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાની કરવામાં આવી હતી.

X

પ્રથમ જ્યોતિર્લીંગ એવું સોમનાથ ટ્રસ્ટ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બન્યું હતું અને ક્રિકેટ રમવા આવેલ રમતવીરોને તમામ સુવિધાઓ પૂરી પાડી હતી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાની સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તનો અને દિવ્યાંગ પ્રેમી અભિગમ માટે વિશેષ જાણીતું છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ અનેકવિધ દિવ્યાંગલક્ષી પ્રકલ્પો ચલાવી રહ્યું છે.

ટ્રસ્ટની આ જ વિચારધારા હેઠળ તા.6 અને 7 મેના રોજ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટની સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાની કરવામાં આવી હતી.જેમાં ગીરસોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર મળી કુલ 5 જિલ્લાના 80થી વધુ મુક બધિર ખેલાડીઓ માટે અનેકવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા મુક બધિરોનું સન્માન કરી તેમને પ્રેમપૂર્વક વિદાય આપવામાં આવી હતી.

Next Story