Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે બીચ રમતોનું વિશેષ આયોજન...

તામિલનાડુમાં સ્થાયી થઈ ચૂકેલા નિવાસીઓ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો અનુબંધ ઉજાગર કરવા માટે આગામી તા. ૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે.

X

મૂળ સૌરાષ્ટ્રના પણ સદીઓથી તામિલનાડુમાં સ્થાયી થઈ ચૂકેલા નિવાસીઓ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો અનુબંધ ઉજાગર કરવા માટે આગામી તા. ૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત સોમનાથ,પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૧૭થી ૩૦ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. આ સંદર્ભે ગીર સોમનાથ જિલ્લામાં હાલ ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં બિચ વોલીબોલ, રસાખેંચ અને વિવિધ રમતોનું આયોજન આજ સ્થળ પર થનાર છે. આ ઉપરાંત તામીલનાડુના 108 જેટલા શ્રેષ્ઠ ખેલાડીઓ પણ આ કાર્યક્રમમાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર ખાતે વોલીબોલ કબ્બડી, ટેબલ ટેનિસ અને સ્વીમિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story