ગીર સોમનાથ : વેરાવળ-કોડીનાર હાઇવે પર અકસ્માત બાદ ડમ્પર ચાલકે ઉભેલા લોકોને કચડી નાખતા બેના મોત,સાતથી વધુ ઈજાગ્રસ્ત

ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
  • વેરાવળ-કોડીનાર હાઇવે પર અકસ્માત

  • ઇકો અને બાઈક વચ્ચે સર્જાયો હતો અકસ્માત 

  • અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે કચડી માર્યા

  • બેના મોત 7થી વધુ લોકો સારવાર હેઠળ

  • સુત્રાપાડા પોલીસે શરૂ કરી તપાસ

Advertisment

ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સમયે ઓવર સ્પીડમાં દોડતા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઉભેલા પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા. જ્યારે સાતથી વધુ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર કણજોતર ગામ નજીક રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન આ અકસ્માતને જોવા માટે ઉભેલા લોકોને પૂરપાટ આવી રહેલા ડમ્પરે કચડી નાખ્યા હતા. જે અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. આમ એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત થયા હતા.

આ ઘટના બનતા અફરાતફરી સર્જાઇ હતી.આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment
Latest Stories