Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: બ્રહ્મસમાજ દ્વારા પારંપરિક પહેરવેશ ધોતી સાથે ગરબે ઘૂમી માતાજીની કરવામાં આવી આરાધના

નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા

X

પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ ભૂમિ પર વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પારંપરિક પહેરવેશ ધોતી સાથે માતાના ગરબે ઘૂમીને સમગ્ર સંસારમાં શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી

નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા, ધોતી જેને અબોટીયુ, મૂકટો અથવા પીતાંબર કહે છે તે બ્રહ્મ સમાજનું આદિ અનાદિ વસ્ત્ર પરિધાન કહેવાયું છે ત્યારે યુવા પેઢી સંસ્કૃતિથી જોડાઈ રહે તેવા શુભ આશયથી બ્રહ્મ સમાજ દ્વારા ધોતી પહેરીને વિશેષ રાસનું આયોજન કરવામાં આવે છે.તમામ બ્રાહ્મણોએ પોતાનું પારંપરિક વસ્ત્ર પરિધાન ધોતી પહેરીને માતાની આરાધના કરી હતી. કર્મકાંડ હોય કે શુભ પ્રસંગ દરેક જગ્યાએ બ્રાહ્મણો ધોતી પહેરે અને યુવા પેઢી હજારો વર્ષોથી વારસામાં મળેલી પારંપારિક વેશભૂષા સાથે જોડાયેલ રહે અને સામાજિક ભાવના કેળવે તેવા આશયથી પારંપરિક ધોતીમાં માતાના રાસ નું આયોજન કરાયું હતું. સાથેજ વિશ્વમાં જ્યારે ચારે તરફ તણાવની સ્થિતિ જોવા મળે છે ત્યારે માતાને પ્રાર્થના કરવામાં આવી હતી કે વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌનું કલ્યાણ થાય

Next Story