Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: ગીરજંગલમા શિક્ષકો શાળામા ન હોય ત્યારે બાળકોને મશીન ભણાવે છે,જુઓ નવતર અભિગમ

ગીર સોમનાથ જીલ્લામાં ગીરના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાળામાં બાળકોને મશીન દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે.

X

ગીર સોમનાથ જીલ્લામાં ગીરના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાળામાં બાળકોને મશીન દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે. શાળામાં શિક્ષકો ન હોય ત્યારે બાળકો મશીન વડે ભણે છે

ગીરના અંતરિયાળ ગામમાં શિક્ષક રજા પર હોય ત્યારે બાળકો શિક્ષક વિના ભણી શકે એવું બેટરીથી ચાલતું કિઓસ્ક, ‘મશીન’ પાસેથી બાળકો ભણે છે.બાળકોને કાર્ટૂન વીડિયો દ્વારા અઘરા વિષયોની સમજૂતી મળે છે.આ વ્યવસ્થા ચાંપરડા આશ્રમના મહંત મૂક્તાનંદ બાપૂ જેઓ શીક્ષણ ના હીમિયતી છે એમણે ગીર નેસમા વસતા લોકોના બાળકોના શીક્ષણ માટે પોતે બનાવેલ પ્રોજેક્ટ "આનંદધારા" અંતર્ગત અહી આ મશીન મુક્યુ છે.ઉનાથી લગભગ 50 કિમી દૂર ગીર મધ્યમા આવેલ તુલસીશ્યામ અને ત્યાંથી ભિમચાસ પાસે 2 કિમી ગીર અભ્યારણ્યમાં દોઢી નેસ આવેલું છે. આ નેસ વિસ્તારમાં માલધારીઓનો પરીવાર વસવાટ કરે છે. આ માલધારી ઓના 22 ખોરડાઓ આવેલાં છે. અહીં ગીરમાં વિજ પાવર સપ્લાય ન હોવાના લીધે આ નેસમાં સોલાર સંચાલિત લાઈટો ચાલે છે, આ વિસ્તારમાં એક સરકારી શાળા પણ આવેલી છે. શાળામાં કુલ 17 જેટલાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આખી સ્કૂલ સોલાર પાવર સંચાલિત છે. અહીં મોબાઈલ કવરેજ પણ ક્યારેક જ મળે છે. આવા તદ્દન અંતરિયાળ સ્થળે શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ એવો પ્રયોગ થઈ રહ્યો છે.જેનો લાભ ભૂલકા લઈ રહ્યા છે.

Next Story