ગીરસોમનાથ: હીરાકોટ બંદરમાંથી રૂ.26 લાખની કિંમતના ચરસના 17 કીલો જથ્થા સાથે આરોપીની ધરપકડ

ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, ચરસના જથ્થા સાથે આરોપીની ધરપકડ

New Update
ગીરસોમનાથ: હીરાકોટ બંદરમાંથી રૂ.26 લાખની કિંમતના ચરસના 17 કીલો જથ્થા સાથે આરોપીની ધરપકડ

તાજેતરમાં જ રાજ્યભરના દરિયા કિનારા પર ચરસનો જંગી મળી આવ્યો હતો જે રૂપિયા 26 લાખની કિમતનો ચરસનો 17 કિલો જથ્થા સાથે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે હીરાકોટ બંદરમાં રહેતા એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીરસોમનાથ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હીરાકોટ બંદર વિસ્તારમાં રહેતા શબ્બીર ખારીયા નામના વ્યક્તિના ઘરમાં ચરસનો જથ્થો પડ્યો છે જેથી પોલીસે ટીમ બનાવી સબીર ખારીયાના ઘરની અંદર તપાસ શરૂ કરતા તેમાંથી 16 પેકેટ ચરસના અંદાજિત ૧૭ કિલો જેની બજાર કિંમત 26 લાખ 50 હજાર જેવી થાય છે તે મળી આવ્યો હતો. પોલીસે ચરસના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દોઢે માસ પૂર્વે પોરબંદરથી લઈને દિવ સુધીના દરિયા કિનારા પરથી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 350 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવેલો જે અંદાજે 4 કરોડથી વધુની કિંમતનો હતો તે સમયે પોલીસ વિભાગ દ્વારા દરિયા કિનારા પર રહેતા લોકોને સૂચિત કરાયા હતા કે જો દરિયા કિનારા પર ચરસના પેકેટો મળી આવે તો પોલીસને ધ્યાન મૂકવું પરંતુ હીરાકોટ ગામના શબ્બીર ખારીયાએ 16 પેકેટ પોતાના ઘરમાં છુપાવી અને પોતે તેનું વેચાણ કરી અને પૈસા કમાશે તેવી આશાએ આ ચરસ ઘરમાં છુપાવ્યું હતું ત્યારે ચરસના જથ્થા સાથે ઝડપાયેલા સબીર ખાડીયા સામે એનડીટીઆર સહિતની નાર્કોટિક્સ કાયદા મુજબ ગુનો દાખલ કરી વધુ જથ્થો તો ક્યાંય છુપાવેલો નથી ને તે બાબતે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.

Latest Stories