Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા રઘુવંશી સમાજની માંગ

વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ફરી રીપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

X

ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ફરી રીપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગત રાત્રીના લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી સમાજની આક્રોશ સાથે બેઠક યોજાઇ હતી.

રાજકોટ બાદ ગીર-સોમનાથ જિલ્લામાં પણ ભાજપના ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. વેરાવળનાં જાણીતા તબીબ ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં જેમના પર આરોપ લાગ્યો એવા રાજેશ ચુડાસમાને ભાજપે લોકસભાની જૂનાગઢ-ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવતા રઘૂવંશી સમાજમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો છે.જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડૉ.ચગની સ્યુસાઈડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે જેથી તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજની માગ ઊઠી છે.

વેરાવળમાં રાત્રે રઘૂવંશી સમાજની બેઠક મળી એ પહેલા જ ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ બનાવનું સુખદ સમાધાન થયું છે તેવું જણાવ્યુ હતું. તો આ સમાધાનને રઘુવંશી સમાજ બંધ બારણે અને અમુક લોકોના હેતુ સાથેનું આર્થિક વહીવટ સાથેનું સમાધાન ગણાવી રહેલ છે.

Next Story